મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હોલો સિરામિક ફેકટરી નજીકથી મોરબી તાલુકા પોલીસે મૂળ ધ્રાંગધ્રાના સોલડી ગામના અને હાલમાં ઘુંટુ ગામે આંબેડકર નગરમાં રહેતા આરોપી નરેન્દ્રભાઈ મુળજીભાઈ રાઠોડ ઉ.30 નામના યુવાનને રોયલ ક્લાસિક બ્રાન્ડ વિદેશી દારૂના સાત ચપલા કિંમત રૂપિયા 595 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.