મોરબી : હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે મોરબીના આયોજક દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત કથા સત્સંગમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના ત્રી પાખ સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ(માનસ સુંદર) અને મોરબીના ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરીના સંયુક્ત આયોજનથી હરિદ્વારમાં હોટલ લક્ષ્મી સદનમાં શ્રી સુખરામ બાપુ (માનસ સુંદર મોરબી વાળા) વ્યાસપીઠ પર બીરાજીને 16 થી 22 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આજે આ કથા દરમિયાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી અયોધ્યાપુરી તથા હરિદ્વાર વિષ્ણુધામ આશ્રમના મહંત અને સુખરામ બાપુના ગુરુ વિષ્ણુદાસ મહારાજ અને મોરબીથી ખાસ પધારેલા ચીખલીયા સાહેબ (સેલટેક્ષ વાળા) તેમજ મોરબી રામાનંદ સાધુ સમાજના આગેવાન ભરતભાઈ નિમાવત, મોરબી ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તેમજ મોરબી ગોસ્વામી સમાજના કારોબારી સભ્ય વકીલ કમલેશભાઈ ગોસ્વામી, રાહુલ નિમાવત, શિવમ નીમાવત, વિક્રમભાઈ જીલરીયા, નિતેશભાઈ શુકલ, કમલેશભાઈ, ભગીરથભાઈ વર્મા, મહેશભાઈ પરમાર, મધુબેન પરમાર, સવિતાબેન, નર્મદાબેન, દલસુખ ધામેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.