મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં કારખાનામા કામ કરતા મધ્યપ્રદેશના યુવાનને નાનપણમાં આંખમાં લાગી ગયું હોવાથી ખોટ રહી જતા ખોટને કારણે સગાઈ ન થતી હોય લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એલિકોન કારખાનામાં મજૂરી કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા સોનુભાઈ ધનસિંગભાઈ મેડા ઉ.19 નામના યુવાનને નાનપણમા રમતા રમતા ડાબી આંખમાં ઇજા પહોંચતા ખોટ રહી ગઈ હોય આ ખોટને કારણે યુવાનની સગાઈ ન થતા યુવાનને મનમાં લાગી આવતા કારખાનાના લેબર કવાટર્સમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.