મોરબી : મોરબી જીલ્લાના માણેકવાડા ગામમાં તા. 22 નવેમ્બરને બુધવારે કળાકડ બાપુની 15મી પુણ્યતિથિ નિમીત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં આરાધક રામજીભાઈ ગોંડલિયા સંગીતમય શૈલીમાં ભજનો પ્રસ્તુત કરશે. જેની સાથે સાજીંદા ગૃપમાં તબલા પર મુકેશ બારોટ, કશ્યપ અગ્રાવત, બેન્જો પર નરેશભાઈ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમ પ્રસ્તુત કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત માણેકવાડા ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.