મોરબી : મોરબીના વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતાના સ્મરણાર્થે 3 મહિના સુધી મોરબીમાં દિવ્ય વનસ્પતિમાંથી બનેલા ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર છે.કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતા સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે આગામી 25 નવેમ્બર થી 25 ફેબ્રુઆરી એમ ત્રણ મહિના સુધી મોરબીના રવાપર રોડ પર આવેલા ચકીયા હનુમાનજી મંદિરની સામે આવેલા નિરામય ખાતે સવારે 6-30 થી 8 વાગ્યા સુધી વિનામૂલ્યે દિવ્ય વનસ્પતિમાંથી બનેલા ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉકાળો જુની શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, કોરોના જેવા રોગોમાં મદદરૂપ થાય છે. તો આ ઉકાળાનો લાભ લેવા વૈદ્યરાજ કિશોરભાઈ દશાડિયા દ્વારા અનુરોધ કરાયો છે.