મોરબી : આમરણ મોરબી હાઇવે ઉપર બેકાબુ બનેલા ટ્રક ચાલકે સીએનજી રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા રાજકોટના એક જ પરિવારના છ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને એક મહિલાના પગની આંગળી કપાઈ જવા પામી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આમરણ જોડિયા હાઇવે ઉપર મેલડી માતાજીના મંદિર નજીક જીજે - 37 - ટી - 8963 નંબરના ટ્રક ચાલકે જીજે - 3 - બીએક્સ - 0703 નંબરની રીક્ષા સાથે સામેથી આવી અકસ્માત સર્જતા રાજકોટ ભોમેશ્વરમાં રહેતા રીક્ષા ચાલક સબીરભાઈ અલીભાઈ કુરેશી તેમજ તેમના બે બહેન, બનેવી અને ભાણેજ તેમજ ભાઈને ઇજાઓ પહોંચી હતી અને સબીરભાઈના બહેન શરીફાબેનના જમણા પગની આંગળી કપાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.