હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામ નજીક રણની કાઠીએથી હળવદ પોલીસે બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામના પ્રહલાદ બચુભાઇ સુરેલા ઉ.35 નામના યુવાનને વિદેશી દારૂની આઠ બોટલ અને બિયરના 60 ડબલા સાથે ઝડપી લઈ રૂપિયા 5000ના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 16,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.