મોરબી : મોરબીના કમલેશભાઈ પ્રજાપતિ જે માઈક્રો આર્ટિસ્ટ છે. તેઓ અનેક સૂક્ષ્મ કલાકૃતિઓ બનાવે છે. તેઓએ હાલ ઓડીઆઈ વર્લ્ડકપ 2023ના ક્રેઝને ધ્યાનમાં લઈને પેન્સિલની અણીમાં 0.5 સેન્ટિમીટરની વર્લ્ડકપ ટ્રોફી બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.