અગાઉ ઝઘડો થયો હોય સલામતી માટે સીસીટીવી લગાડતા નવ આરોપીઓએ દંગલ મચાવી તોડફોડ કરી 30 હજારનું નુકશાન કર્યુંમોરબી : મોરબી બાયપાસ ઉપર શનાળા નજીક આવેલ ઇન્દિરા આવાસમાં આગાઉ ઝઘડો થયો હોય પોતાની સલામતી માટે ઘરમાં સીસીટીવી લગાડનાર વૃદ્ધ, વૃદ્ધા અને તેમના બે પૌત્ર ઉપર નવ શખ્સોએ હુમલો કરી ઇજાઓ પહોંચાડવાની સાથે ઘરમાં ઘુસી ટીવી તેમજ ચાર કારમાં તોડફોડ કરી રૂપિયા 30 હજારનું નુક્શાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા નજીક આવેલ ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકી ઉ.66 નામના વૃદ્ધે આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાઘેલા તથા માનવ બચુભાઇ સોલંકી રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ વાળાઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ આરોપીઓ સાથે ઝઘડો થયો હોય બાબુભાઇ આંબભાઈ સોલંકીએ પોતાના ઘેર સીસી ટીવી કેમેરા લગાવ્યા હોવાથી આરોપીઓને સારું નહિ લાગતા તમામ આરોપીઓએ ઘાતક હથિયાર ધારણ કરી બાબુભાઈના ઘરમા ઘુસી હુમલો કરી ઘરમાં રહેલું ટીવી તોડી નાખી બાબુભાઈના પત્ની દેવુબેન, પૌત્ર નીતિન મહેશ સોલંકી તેમજ રાહુલ મહેશ સોલંકીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ઘરની બહાર પડેલ ઇકો, વાન સહિતના ચાર વાહનોમાં તોડફોડ કરી રૂપિયા 30 હજારનું નુકશાન પહોચાડ્યું હતું.આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાબુભાઇ સોલંકીની ફરિયાદને આધારે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 326, 325, 323, 504, 506(2), 143, 147,148, 149, 337, 427, 447,120(બી) તેમજ જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.