મોરબીની નવી આરટીઓ કચેરી નજીક દારૂ ભરેલી બોલેરો કાર સાથે બનાસકાંઠાનો શખ્સ ઝડપાયો

- text


એલસીબી ટીમે બોલેરોના ચોર ખાનામાં છુપાવેલ 1.26 લાખનો 172 બોટલ વિદેશી દારૂ તેમજ બોલેરો ગાડી કબ્જે કરી

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર બનેલી નવી આરટીઓ કચેરી પાસેથી ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતી બોલેરો કારને ઝડપી લઈ બનાસકાંઠા જિલ્લાના શખ્સને રૂપિયા 1.26 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર નવી આરટીઓ કચેરી પાસેથી બાતમીને આધારે બોલેરો કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરફેર કરતા બોલેરો ચાલક દસરથભાઈ હરકનભાઈ રબારી રહે.રામપુરા છોટા, તા.ધાનેરા, જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી લીધો હતો.

વધુમાં બોલેરો કારના ચોરખાનામાંથી એલસીબી પોલીસે બ્લેન્ડર્સ પ્રાઇડ, મેજીક મોમેન્ટ વોડકા, એબસોલ્યુટ વોડકા, સિગ્નેચર તેમજ ગ્રીનલેબલ વ્હીસ્કીની 172 બોટલ કિંમત રૂપિયા 1,26, 160 તેમજ રૂપિયા 5 લાખની બોલેરો ગાડી કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text