ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે લજાઈ ગામે જુનવાણી મકાનમાં દરોડો પાડી આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે.લજાઈ વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ તેમજ ગેસનો બાટલો, તપેલા, ડબ્બા, ડોલ સહિતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 6570નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ટંકારા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર જાહેર કર્યો હતો.