યુવાન કઈ બોલતો ન હોય તેના પરિવારજનોને શોધવા માટે હળવદ પોલીસે રાતભર દરેક વિસ્તારોને ખુંદી નાખીને વહેલી સવારે પતો મેળવી તેના પરિવારજનોને સોંપીને જવાબદારી પૂર્ણ કરીહળવદ : હળવદમા આવેલ મીઠાના કારખાનામાં રહી મજુરી કરતા બિહારના એક યુવાનનું મગજ ભમી જતા તે બધું જ ભૂલી જઈને ચકરાવે ચડ્યો હતો.પોલીસને આ યુવાન રખડતો ભટકતો મળી આવ્યા બાદ સમગ્ર હળવદ પોલીસે સંવેદના સાથે કામ હાથમાં લઈ યુવાનને તેના પરિવાર સાથે મેળાપ કરાવવા માટે રાતભર દોડતી રહી હતી અને આખરે પોલીસની મહેનત રંગ લાવતા યુવાનના પરિવારજનોનો પતો મળતા તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.હળવદમાં ગતરાત્રે એક રખડતા ભટકતા યુવાનને લઈને જાગૃત નાગરિકોએ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જ આ યુવાનનું મગજ ભમી જતા તેનું ઘર સહિત પરિવારજનોને ભૂલી ગયો હોવાનું સામે આવ્યું હતું.આથી આ યુવાનને સલામત રીતે તેના પરિવારજનોને સોંપી દેવા સમગ્ર હળવદ પોલીસની ટીમ કામે લાગી હતી.હળવદ પોલીસે આ યુવાન પ્રત્યે અત્યંત સંવેદના સાથે માનવતા દાખવી તેના પરિવારજનોનો પત્તો મેળવવા યુવાનને સાથે રાખી રાતભર હળવદના તમામ વિસ્તારો ખુંદી નાખ્યા હતા. આખી રાત હળવદ પોલીસ સ્ટાફે ખૂબ જ મહેનત કર્યા બાદ આખરે આજે વહેલી સવારે યુવાનના પરિવારજનોનો પત્તો લાગ્યો હતો.જેમાં આ યુવાન મૂળ બિહારનો વતની અને હાલ હળવદના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બાલાજી સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મજુરી કરતો વિનોદભાઈ ઉ.35 હોવાની ઓળખ મળી હતી.આ મીઠાના કારખાનામાં કામ કરતો આ બિહારી યુવાનનું ત્રણ દિવસથી મગજ ભમી જતા તે બધું જ ભૂલી જતા કારખાનેથી નીકળીને જ્યાં ત્યાં ભટકતો હોય તેના પરિવારજનો પણ ત્રણ દિવસથી તેને શોધતા હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું.આથી હળવદ પોલીસ સ્ટાફે રાતભર દરેક વિસ્તારમાં દોડતી રહીને યુવાનના પરિવારજનોને પતો મેળવીને તેમને સોંપી દીધો હતો.આ સંવેદનશીલ કિસ્સામાં હળવદ પોલીસે જે રીતે કોઈપણ જાતની જોર જબરજસ્તી કર્યા વગર એકદમ માનવતા દાખવીને રાતભર દોડતા રહીને કામ કર્યું અને યુવાને તેના પરિવારજનો સાથે ભેટો કરાવીને જંપ લીધો હતો અને પોલીસ ખરેખર પ્રજાની હમદર્દ હોવાનું ચરિતાર્થ કર્યું હતું.આ માનવતાની મિશાલ સમાન આ કામગીરીમાં હળવદના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ ઢોલ,પીએસઆઇ અંબારીયા,રમણિકભાઈ,ભાવેશભાઈ લિબાભાઈ, કિશોરભાઈ, સતિષભાઈ સહિતના પોલીસના સ્ટાફ જોડાયા હતા.