મોરબી : ઘુનડા ગામે ચોકમાં તા.20ને સોમવારના રોજ જય બજરંગ યુવક મંડળ દ્વારા અબોલ પંખીડાના ચણના લાભાર્થે જલપુત્ર જાલંધર યાને તુલસી વિવાહ ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવતું કોમિક ગરબળીયો સંસાર ભજવવામાં આવશે. રાત્રે 9:30 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે. જેમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.