બે ખેલાડીઓની ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગીમોરબી : સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત ગુજરાત રાજ્ય કક્ષાની શાળાકીય અંડર-17 બહેનોની ડાયરેક્ટ રાજ્ય કક્ષા સ્પર્ધામાં સેપક ટકરાવ રમતમાં મોરબીના લજાઈની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલની બહેનોની ટીમે સારો દેખાવ કરીને સિલ્વર મેડલ જીત્યો છે. ફાઈનલ મેચ ભાવનગર સામે રમતા ભાવનગર બહેનોની ટીમ વિજેતા બની હતી અને મોરબીની ટીમે સિલ્વર મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો.મોરબીના લજાઈની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલની એક ખેલાડીની ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે અને એક ખેલાડીને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે. આ ટીમ આગામી જાન્યુઆરીમાં બિહારના પટના ખાતે ઓલ ઈન્ડિયા શાળાકીય રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે. ગુજરાતની ટીમમાં પસંદગી પામનાર બન્ને મહિલા ખેલાડીઓને શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય અને તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે.