ઐતિહાસિક નાટક ભજવતા લોકોએ સેવાકાર્યો માટે ઉદાર હાથે ફાળો આપ્યોમોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે પરમાર્થના હેતુ માટે ઠેર-ઠેર નાટકો ભજવાયા હતા. ગામે ગામે યોજાયેલા ઐતિહાસિક નાટકોમાં લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. મોરબીના બિલિયા ગામે નાટક થકી સેવાકાર્યો માટે રૂ.2.50 લાખનો ફાળો એકત્રિત થયો હતો.મોરબીના બીલીયા ગામે ઉમીયા યુવકમંડળ દ્વારા સેવાકાર્યો માટે ઐતિહાસિક વીર એભલવાળો અને સતીસાઇ નામનુ ભવ્ય નાટક ભજવાનું આયોજન કરવામા આવ્યુ હતું. નૂતન વર્ષ નિમિતે યોજાયેલા આ નાટક જોવા આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ ઐતિહાસિક નાટકને બખૂબીથી પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વધુમાં લોકોએ આ નાટક મોડી રાત સુધી માણી સેવાકાર્યો માટે દાનની સરવાણી વહાવી હતી અને ગામની અંદર રામજી મંદિર તેમજ અન્ય સેવાકાર્ય માટે આશરે રૂ.2.50 લાખ જેવો ફાળો એકત્રીત થયો હતો.