દિવાબતી કરતી વેળાએ આગ લાગતા સામેના બિલ્ડીંગમાંથી અગ્નિશમનના સાધનો લઈ પાડોશીઓ દોડ્યામોરબી : મોરબીના રવાપર ગામમાં આવેલ ધી ગાર્ડન એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા સામેના બિલ્ડિંગમાં રહેતા નાગરિકો આગના લબકારા જોઈ જતા અગ્નિશમનના સાધનો લઈ આગ બુઝાવી નાખી હતી. મોરબી ફાયર બ્રિગેડના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર કંટ્રોલ રૂમ પર 07:16 કલાકે કોલ મળેલ કે, રવાપર ગામમાં આવેલ ઘી ગાર્ડન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગેલ છે. જે બાદ ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પહેલાં જ સામેના બિલ્ડિંગમાં રહેતા જાગૃત નાગરિકે એપાર્ટમેન્ટમાંથી અગ્નિશમનના સાધનોની મદદથી આગ પર કંટ્રોલ કરેલ વધારે નુકસાન થતું અટકાવેલ હતું.વધુમાં ફ્લેટ માલિક યોગેશભાઈ પ્રેમદાસ રામાવત પોતાના ઘરમાં મંદિરમાં દીવાધૂપ કરી અને બહાર ગયેલ મંદિરના દિવાની જ્યોતને લીધે આગ લાગેલ હોવાનું સામે આવ્યું છે.