મોરબી : ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબી સબ જેલ ખાતે નવા વર્ષ નિમિતે સર્વ ધર્મ સમભાવ સૂત્રને સાર્થક કરતા પાટડી બજાણાના હુસેનખાન મલેક દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓ તથા બહેનોને મિક્સ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ સ્ટાફનો સહકાર મળ્યો હતો.