મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત દીપોત્સવીના પર્વ નિમિત્તે રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રવાપર રોડ પર આવેલા ફ્રી ટિફિન સેવામાં 40 કિલો ખીચડીના ચોખા અને મગની દાળનું વિતરણ કરાયું હતું. આ પ્રોજેકટમાં સૌરાષ્ટ્ર કચ્છનાં ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા, લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને લા ગૌતમભાઈ કાલરીયા હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા નિલેશભાઈ કાનજીભાઈ થડોદા અને લા ગૌતમભાઈ વાઘજીભાઇ કાલરીયા હતા.તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ જણાવ્યું છે.