મોરબી : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં આગામી તા. 21 નવેમ્બરના રાત્રે 9 કલાકે સંગીતમય શૈલીમાં રામામંડળ ભજવવામાં આવશે. જેમાં પીઠડનું પ્રખ્યાત પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા રામામંડળ રમાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી તેમજ આસપાસની જનતાને ઉપસ્થિત રહેવા કાર્યક્રમના આયોજક નરભેરામભાઈ ડાયાભાઈ બારૈયા, પીન્ટુભાઈ બારૈયા, પ્રકાશભાઈ બારૈયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.