માળીયાના ભીમસર ઓવરબ્રિજ પાસે બેકાબુ ટ્રકે સ્વીફ્ટને પાછળથી ઠોકર મારીમાળીયા : મોરબીથી ધ્રાંગધ્રા લગ્નમાં જઈ રહેલા પરિવારની સ્વીફ્ટ કારને માળીયાના ભીમસર ઓવરબ્રિજ પાસે બેકાબુ ટ્રકે પાછળથી ઠોકર મારતા બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ઇમરાનભાઈ મમદભાઈ પલેજા અને તેમનો પરિવાર ગત તા.9ના રોજ સ્વીફ્ટ કાર લઈને ધ્રાંગધ્રા લગ્નમાં જતા હતા ત્યારે માળીયાના ભીમસર ઓવરબ્રિજ પાસે ઉભી રાખી હતી તે વેળાએ જીજે - 04 - એક્સ - 6344 નંબરના બેકાબુ ટ્રક ચાલકે સ્વીફ્ટ કારની પાછળ જોરદાર ટક્કર મારતા કારમાં બેઠેલા ઇમરાનભાઈના પત્ની ફરીદાબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ઈમરાનભાઈના માતા રોશનબેનને વાંસાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને સ્વીફ્ટ કાર પાછળથી બુકડો બોલી જતા નુકશાન થયું હતું.બનાવ અંગે ઈમરાનભાઈએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.