મોરબી : મોરબીના જસમતગઢ ગામે આગામી તારીખ 18 નવેમ્બરને શનિવારના રોજ નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના જસમતગઢ ગામે આગામી તા.18 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે બજરંગ યુવક મંડળ દ્વારા સામાજિક કાર્યોના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક સોરઠનો સિંહ રા'નવઘણ અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક માણકી માથાકૂટી ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વે ધર્મ પ્રેમી જનતાને યુવક મંડળ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય નિલુબેન વલ્લભભાઈ રંગપડીયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.