મોરબી : મોરબી સામેકાંઠે આવેલ વોર્ડ નં 4મા સોઓરડી વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વે વાલ્મિકી સમાજની સફાઈ કામદાર બહેનો અને ભાઈઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતા. આ વેળાએ સ્થાનીક પૂર્વ ચેરમેન જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા, પુવૅ ચેરમેન સુરેશભાઇ શિરોહીયા, માલધારી સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી હરીભાઈ રાતડીયા, ભાજપના યુવા આગેવાન મહેશભાઈ સોલંકી એ જૂદા જૂદા વાલ્મિકી સમાજના આગેવાનોનું સન્માન કરેલ અને પેંડા ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યું હતું.