લાતીપ્લોટ શેરી -1માં દિવાળીના દિવસે બનેલા બનાવથી અરેરાટીમોરબી : મોરબીના લાતીપ્લોટમાં ગઈકાલે દિવાળીના દિવસે કારખાનમાં ત્રીજા માળે કલર કરી રહેલો યુવાનનું હેવી વીજ લાઇનને અડકી જતા વીજશોક લાગતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી લાતીપ્લોટ 1માં આવેલ જૈન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામા ત્રીજા માળે ગઈકાલે માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા નિલેશભાઈ બચુભાઇ ચાવડા ઉ.33 નામના યુવાન કલરકામ કરતો હતો ત્યારે 11 કેવી હેવી વીજલાઈનને અડકી જતા વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.