મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે જય અંબે ગૌ સેવા મંડળ રાજપર દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ટોબરીયા હનુમાનજી ગૌશાળાના લાભાર્થે જય અંબે ગૌ સેવા મંડળ દ્વારા તારીખ 15 નવેમ્બર ને બુધવારે રાત્રે 10:00 કલાકે રાજપર ગામે રામજી મંદિર ચોક ખાતે મહાન ધાર્મિક નાટક રામ વનવાસ યાને લંકા દહન અને પેટ પકડીને હસાવતું કોમિક દેવનો દીધેલો દામલો ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વેને ભાવભર્યુ આમંત્રણ જય અંબે ગૌ સેવા મંડળ તથા રાજપર ગામ સમસ્ત દ્વારા આપવામાં આવ્યું છે.