દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાથી હિન્દૂ સમાજની લાગણી દુભાતા હિન્દૂ સંગઠનો મેદાને આવ્યા, પોલીસની મદદથી કાર્યવાહીટંકારા : ટંકારામાં દિવાળી પર્વ નિમિત્તે ઠેર-ઠેર દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ થતું હોય આવા ફટાકડા ફોડવાથી હિન્દૂ સમાજની લાગણી દુભાતી હોય તમામ હિન્દૂ સંગઠનો મેદાને આવ્યા હતા. હિન્દૂ સંગઠનોએ ટંકારા પોલીસની મદદથી ફટાકડા સ્ટોલ અને બજારમાં વેચાતા ફટાકડાનું સઘન ચેકિંગ કરી હિન્દૂ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવ્યું હતું.ટંકારામાં હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું. આથી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ હતી. આ ગંભીર બાબત ધ્યાને આવતા સમસ્ત હિન્દૂ સમાજ વતી અગ્રણી યોગીરાજસિંહ જાડેજા અને તેમની ટીમેં ટંકારા પોલીસને લેખિત અરજી આપી હતી. જેમાં ટંકારામાં ખુલ્લેઆમ હિન્દૂ સમાજમાં પૂજનીય ગણાતા દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ થતું હોય તે ફટાકડા ફોડવાથી હિન્દૂ ધર્મનું અપમાન થતું હોવાથી ભારતીય બંધારણ અનુસાર આવા ફટાકડા વેચનાર સામે વિવિધ કલમો હેઠળ ગંભીર ગુન્હો બને છે. આથી આવા ફટાકડાનું વેચાણ બંધ કરવા માટે પોલીસ પાસે સહયોગ માંગ્યો હતો. જેને પગલે ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર ધાંધલ સહિતની ટીમ હરકતમાં આવી હતી. ટંકારા પોલીસ સ્ટાફ અને તમામ હિન્દૂ સંગઠનોએ ટંકારામાં રહેલા ફટાકડા સ્ટોલ અને ફટાકડાની દુકાનોમાં સઘન ચેકિંગ કરી તમામ જગ્યા ઉપર આવા ફટાકડાઓનું વેચાણ અટકાવ્યું આવ્યું હતું અને અગ્રણીએ જણાવ્યું કે આ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા માટે પોલીસનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો. તે બદલ તેઓએ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંધલ તેમજ ત્યાં અન્ય ફરજ બજાવતા પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.