હળવદ : હળવદના સામંતસર તળાવને સ્વચ્છ બનાવ્યા બાદ આજે હજારો દિવડાઓથી તળાવ ઝગમગી ઉઠશે, આજે તળાવ કિનારે સાંજે દિવાળીના પાવન પર્વે 1000થી વધુ દીવાઓ પ્રગટાવી મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું છે.હળવદની આન બાન અને શાન એવા સામંતસર તળાવના કિનારે આજે દિપોત્સવીની ભવ્યાતી ભવ્ય ઉજવણી થશે. હળવદ નગરપાલિકા અને તળાવ સફાઈ અભિયાનમાં જોડાયેલા સૌ સેવાભાવી નગરજનો દ્વારા આજે સાંજે 6 કલાકે 1000થી વધુ દીવાઓ પ્રગટાવી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર પાસેના કિનારે સર્વે નગરજનોને યથાશક્તિ દીપ સાથે લાવી આ કાર્યક્રમમાં જોડાવવા હેપી મોર્નિંગ ગ્રુપ, ગીરીશભાઈ દવે તથા સર્વે સહયોગી કાર્યકર્તાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.