મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હુકમના આધારે મોરબી એલસીબી ટીમે નામચીન મહિલા બુટલેગર સહિત બે ઇસમોને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.મોરબી એલસીબીના પીઆઈ ઢોલ દ્વારા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના પાસા ઓર્ડર અન્વયે દારૂના અનેક કિસ્સામાં પોલીસ ચોપડે ચડી ગયેલ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા જાતે મિંયાણા (ઉ.42) રહે.માળિયા વનાળીયા સોસાયટી સોઓરડી પાછળ સામાકાંઠે મોરબી તેમજ વાંકાનેર તાલુકાના માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ રહેતા તોફીક ઉર્ફે તોફલો આદમ લદાણી (ઉ.34) ની સામે પાસા હેઠળ વોરંટ ઇસ્યુ થતા એલસીબી દ્વારા તોફીક આદમ લદાણીને ભાવનગર જિલ્લા જેલ તેમજ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાને સુરતની લાજપોર મધ્ય જેલ હવાલે કરવામાં આવ્યા હતા.