મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી વૈભવ નગર સોસાયટીના ઓમ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 15 નવેમ્બરને બુધવારથી સુરભી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણનો પ્રારંભ થશે અને 23 નવેમ્બર ને ગુરૂવારે પારાયણ પૂર્ણ થશે. દરરોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી વક્તા હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમ, હમીરપર) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરાયું છે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. તો આ કથાનો લ્હાવો લેવા સગા સંબંધી, મિત્રજનો અને સમસ્ત આસપાસની સોસાયટીના લતાવાસીઓને આમંત્રણ પાઠવાયું છે.