હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરાશેમોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા ઓરેવા અજંતા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે રેગ્યુલર જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પેન્ડિગ છે ત્યારે હંગામી જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે હાલના તબક્કે રાહત આપવાનો ઇનકાર કરી વધુ સુનાવણી ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં મુકરર કરતા જયસુખભાઈને જેલમાં જ દિવાળી મનાવવી પડશે.મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ચકચારી કેસમાં અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કરેલી હંગામી જામીન અરજીમાં પણ હાઇકોર્ટે હાલના તબક્કે કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે જયસુખ પટેલની હંગામી અને રેગ્યુલર જામીન અરજીઓની સુનાવણી દિવાળી વેકેશન બાદ મુકરર કરતાં હવે જયસુખ પટેલને દિવાળીનો તહેવાર દરમ્યાન પણ જેલમાં જ રહેવુ પડશે. નોંધનીય છે કે આ ચકચારી કેસમાં તાજેતરમાં જ મેનેજર દિનેશ દવેની જામીન અરજી મંજુર થઈ છે.