હળવદ : હળવદ જોગણી માતાજીના મંદિર નજીક મહિલા પાસે બાઈક માંગનાર શખ્સને બાઈક ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલા તેમજ તેમના પડોશમાં રહેતા વ્યક્તિના મકાનમાં તોડફોડ કરી માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જોગણી માતાજીના મંદિર નજીક રહેતા ફરિયાદી રેખાબેન કિરણભાઈ વાજેલીયા પાસે આરોપી રાયબ ઉર્ફે મોલું રમઝાનભાઈ ભટ્ટીએ બાઈક માંગતા રેખાબેને બાઈક આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાયબ ઉર્ફે મોલુએ લાકડાના ધોકા વડે રેખાબેનના મકાનમાં તેમજ સાહેદ મોરાર ભાઈના ઘરમાં તોડફોડ કરી ગાળો આપી માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.