મોરબી : મોરબીના માળિયા ફાટક નજીકથી મળી આવેલા મોબાઈલને મૂળ માલિકને પરત કરીને ચરાડવાના વતની હાર્દિકભાઈ ચૌહાણએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોરબીના માળિયા ફાટક નજીક આવેલી સમર્પણ હોસ્પિટલ પાસેથી ચરાડવાના હાર્દિકભાઈ ચૌહાણ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને એક મોબાઈલ મળી આવ્યો હતો. હાર્દિકભાઈએ આ મોબાઈલ મૂળ માલિક ઠાકોર પ્રહલાદજી ચતુરજીને શોધીને તેઓને આ મોબાઈલ પરત કર્યો હતો. આમ હાર્દિકભાઈ ચૌહાણએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.