અમરાપર તરફથી વિદેશી દારૂ ભરીને આવતો જામનગરનો શખ્સ ખીજડિયા ચોકડીએ ઝલાઈ ગયોટંકારા : ટંકારા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયા ચોકડી પાસેથી બાતમીને આધારે જામનગરના શખ્સને વિદેશી દારૂ ભરેલી ઇકો સાથે ઝડપી લઈ રૂપિયા 3.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે ગતરાત્રીના ખીજડિયા ચોકડી પાસેથી બાતમીને આધારે અમરાપર તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહેલી ઇકો કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક મનદીપસિંહ કનકસિંહ જાડેજા રહે.કેદાર પાર્ક, જામનગર વાળાને 192 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 57,600 સાથે ઝડપાઇ જતા પોલીસે રૂપિયા 3 લાખની ઇકો કાર સહિત 3,57,600ના મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.