મોરબી : મોરબીના અણીયારી ગામે આગામી તારીખ 13/11/2023ને સોમવારે રાત્રે 10:00 કલાકે સોનબેનની ચૂંદડી નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે.નવદુર્ગા શક્તિ મંડળ તથા અણીયારી ગામ સમસ્ત દ્વારા અણીયારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં હાસ્યરસ, કરૂણરસ તેમજ સંગીતરસથી તરબોળ કરતું મહાન સામાજિક નાટક સોનબેનની ચુંદડી સાથે હાસ્યરસથી ભરપૂર કોમિક દીકરો દયારામ ભજવાશે. અબોલ જીવો તેમજ ચકલાના ચણના લાભાર્થે આયોજીત આ નાટક નિહાળવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.