મોરબી : મહિલાઓમાં છુપાયેલી વિવિધ કલાઓ લોકો સુધી પહોંચી શકે તેવા હેતુથી રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે દિવાળી નાસ્તા, દિવાળી મીઠાઈ, મુખવાસ, દીવા તેમજ ચોકલેટ બનાવવાની જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ પોતાની ક્રિએટિવિટી બતાવી હતી. આ સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતા 1,2,3 નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા રોટરી ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.