હળવદ : હળવદમા ઘાંચી જમાતખાના નજીક ધ્રાંગધ્રાના રીક્ષા ચાલકની રીક્ષામાં હળવદના શખ્સે ધારીયા વડે તોડફોડ કરતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરમાં રહેતા ફરિયાદી અફઝલભાઈ અસલમભાઈ જેસડીયાને આરોપી એજાજ યાસીનભાઈ લાલોડિયાના મિત્ર સાથે ઝઘડો થતા પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી ફરિયાદી હળવદ ઘાંચી જમાતખાના પાસે રીક્ષા લઈને આવતા આરોપી એજાજે રીક્ષામાં ધારીયા વડે તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.