સીટી એ ડિવિઝન પોલીસે એક્સેસ મોટર સાયકલ સહિત 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગઈકાલે મોરબીના શક્ત શનાળા જીઆઇડીસી નજીકથી બે એક્સેસ મોટર સાયકલ ઉપર 250 લીટર દેશી દારૂ લઈને નીકળેલા ચાર નામચીન શખ્સોને 1.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીને આધારે શક્ત શનાળા જીઆઇડીસી નજીકથી બે એક્સેસ મોટર સાયકલ ઉપર 250 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 5000 સાથે નીકળેલા આરોપી રાજદીપસિંહ ઉર્ફે અગ્ની મહેન્દ્રસિંહ ઝાલા, રહે.મોરબી શકતશનાળા પ્લોટ વીસ્તાર મુળ રહે.જોધપર (ઝાલા) તા.ટંકારા, ભગીરથસિંહ મોહનસિંહ ઝાલા, રહે.મોરબી શકતશનાળા પ્લાટ વિસ્તાર ભાડાના મકાનમા મુળ રહે.લજાઇ તા.ટંકારા, રવીરાજસિંહ કિશોરસિંહ જાડેજા, રહે.મોરબી શકતશનાળા શકિતમાતાના મંદીર પાછળ મુળ રહે.મોટીચણોલ તા.પડધરી અને સંજયભાઇ મનસુખભાઇ ગૌસ્વામી, રહે.મોરબી શનાળા બાયપાસ તુલશીપાર્ક મુળરહે.ઉમરાળા તા.કાલાવડ જી.જામનગર વાળાને ઝડપી લઈ બે એક્સેસ મોટર સાયકલ સહિત રૂ.1.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.