77 જેટલા સ્પર્ધકોએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ એકથી એક ચડિયાતી મનમોહક રંગોળી બનાવી વેલકમ ડ્રિક્સ સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકોએ દેશી અને ઓર્ગેનિક ડ્રિક્સ પ્રસ્તુત કર્યાસ્પોન્સર તરીકે પારેખ જવેલર્સએ વિજેતાઓને સોનાના દાગીનાની ભેટ આપીમોરબી : હાલ પ્રકાશના પર્વ દીપોત્સવીના તહેવારોનો પ્રારંભ થઇ જતા તમામ ઘરના આંગણાં વૈવિધ્યસભર કલરોથી બનાવેલી મનમોહક રંગોળીથી દિપી ઉઠ્યા છે. દિવાળી પર્વ પર રંગોળી બનાવવાનું વર્ષોથી અનેરું મહત્વ હોવાથી બહેનોની અદભુત કલા નિખરે અને બહેનોમાં રહેલી સુંદર રગોળી બનવાની પ્રતિભા બહાર આવે એ હેતુથી મોરબી જિલ્લાના નંબર વન અને હરહમેશ તટસ્થ અને સત્યને વળગી રહી લોકો સમક્ષ સાચા સમાચાર પહોંચાડનાર ડિજિટલ માધ્યમ અને જન જન સુધી પ્રભાવશાળી નેટવર્ક તરીકેની આગવી ઓળખ ધરાવતા મોરબી અપડેટ દ્વારા તાજેતરમાં દિવાળી પર્વ નિમિત્તે ઉમિયા સર્કલ પાસે આવેલ ડોલ્સ એન્ડ ડયુડસ સ્કૂલ ખાતે રંગોળી અને વેલકમ ડ્રિક્સ સ્પર્ધાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં બહેનોએ એકથી એક ચડિયાતી મનમોહક રંગોળીનું સર્જન કર્યું હતું. જેમાં 100 જેટલા સ્પર્ધકોમાંથી 77 સ્પર્ધકોએ સાંપ્રત પ્રવાહની ચંદ્રયાન, સર્વધર્મ સમભાવનો મેસેજ, રામમંદિર, રામસીતા, કૃષ્ણ ભગવાન, જલારામબાપા સહિતની અદભુત રંગોળી બનાવી હતી. આ ઉપરાંત વેલકમ ડ્રિક્સ સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકોએ ઘરે બનાવીને એકદમ હેલ્ધી દેશી અને ઓર્ગેનિક ડ્રિંક્સ પ્રસ્તુત કર્યા હતા. આ સ્પર્ધામાં 7 વર્ષની દીકરીઓથી માંડી 80 વર્ષ સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાની નિખારી હતી અને આકર્ષક રંગોળી તેમજ જુદીજુદી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.રંગોળી અને ડ્રિક્સ સ્પર્ધામાં નિષ્ણાતો દિલીપભાઈ પરમાર, કમલેશભાઈ નગવાડિયા પ્રજાપતિ, સોનલબેન શાહે જજની ભૂમિકા અદા કરીને એકથી ત્રણ નંબરને બદલે સ્પર્ધકોનો ઉત્સાહ અને અદભુત કલા રજૂ કરવા બદલ રંગોળીમાં 1થી9 અને ડ્રિક્સમાં 1થી6 નંબરના વિજેતાઓને જાહેર કર્યા હતા.રંગોળી સ્પર્ધા પ્રથમ નંબર- દેવાંશી મુકેશભાઈ પરમાર, બીજો નંબર બંસી અજયભાઈ વાળા ત્રીજો નંબર પૂજા દિનેશભાઈ ભુવા, ચોથો નંબર- પારૂલબેન અમીપરા, પાંચમો નંબર જસ્મીતા સુરેશભાઈ હડીયલ, છઠ્ઠો નંબર પાયલ મનોજભાઈ મોરડીયા અને પ્રોત્સાહન તરીકે ગાયત્રી રાઠોડ, શિવાની પટેલ પ્રોત્સાહન રીતીશા ઉંટવાડીયાને જાહેર કરાયા હતા.વેલકમ ડ્રિંકસમાં પ્રથમ નંબર ચેલ્સી સંજયભાઈ રાજપરા, બીજો નંબર હિરાણી દિપ્તીબેન, ત્રીજો નંબર પૃથ્વી વિલપરા, ચોથો નંબર, હિનાબેન સંઘાણી, પાંચમો નંબર ક્રિષ્નાબેન પરમાર છઠ્ઠો નંબર લાભુબેન મેવાને ઘોષિત કરાયા હતા. સ્પોન્સર તરીકે પારેખ જવેલર્સ દ્વારા પ્રથમ નંબરને સોનાની બુટી, બીજા અને ત્રીજા નબરને સોનાના પેડલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા મોરબી અપડેટ ટીમના દર્શન રાઠોડ, મોહિત ક્લોલા, મયુરબાપા, અમીષા રાચ્છ, સત્યરાજસિંહ જાડેજા તેમજ સ્વયંસેવક તરીકે કાજલબેન ચંડિભમર, ધરતી બરાસરા, ઉષાબેન, અલ્કાબેન દવે, ભાવિકા જગોદરા, કિરણબા, શીતલબેન મયુરીબેન કોટેચાએ ભારે જહેમત ઉઠાવી હતી.