મોરબી : મોરબી જીલ્લાના બગથળા ગામમાં અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટનાં લાભાર્થે તા. 12ના રાત્રે 9 કલાકે રામ રાજ્ય નામે ભવ્ય ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે નાથા બાપાનો ઘરસંસાર નામે કોમિક નાટક પણ ભજવાશે.બગથળા ગામમાં અંધ અપંગ ગાયોની ગૌશાળા આવેલી છે. જે વર્ષ 2002થી ચાલે છે.જેમાં યુવાનો આ અપંગ ગાયોની સેવા કરે છે.આ ગાયોને નિભાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.12ને રવિવારે રાત્રે 9 કલાકે બગથળા બસ સ્ટેન્ડ ની બાજુમાં ધાર્મિક નાટક તેમજ કોમિક નાટક ભજવવામાં આવશે. જેમાં ધાર્મિક નાટક રામ રાજ્ય યાને સીતા વનવાસ સાથે પેટ પકડી હસાવતું કોમિક નાથા બાપા નો ઘરસંસાર રજૂ કરવામાં આવશે. આ રીતે નાટક ભજવીને ગૌસેવા માટે ફંડ ઊભું કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને ગાયમાતાની સેવામાં સહભાગી થવા અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ અને સમસ્ત બગથળા ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.