મોરબી : મોરબીની રવાપર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલ અને રવાપર તાલુકા શાળામાં સાયબર સિક્યુરિટી અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.હાલ સાયબર ક્રાઇમમાં વધારો થવો, સોશિયલ મીડિયા મારફતે ફ્રોડ, પજવણી અને બ્લેકમેઇલ જેવા કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આ અંગે જન જાગૃતિ લાવવા માટે મોરબીના રવાપર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલ અને રવાપર ગામ તાલુકા શાળા ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો સંયમ પૂર્વક ઉપયોગ કેમ કરવો અને ઓનલાઈન થતા ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને ટ્રાફિક નિયમનના નિયમો અને લોકોની ટ્રાફિક અંગે કેવી રીતે જાગૃતિ વધે વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક નિકુંજ પટેલ, પીઆઈ પી. એચ. લખધિરકા, પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ, હિરેનભાઈ ભટાસણા, ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા રવારપર તાલુકા શાળાના આચાર્ય અને સ્ટાફ હાજર રહ્યા હતા.