આખરે હળવદના રમતગમત પ્રેમી યુવાનોની મહેનત રંગ લાવી : ધારાસભ્ય વરમોરાના પ્રયાસો રહ્યા સફળહળવદ : હળવદમાં રમતગમત સંકુલ બનાવવા અર્થે મહેસુલ વિભાગ દ્વારા 7 એકર જેટલી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે.એટલે હવે આગામી સમયમાં આ રમતગમત સંકુલ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે તેમ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતુંહળવદમાં રમત ગમત ક્ષેત્રે બાળકો અને યુવાનો આગળ આવે તે માટે હળવદના રમતગમત પ્રેમી યુવાનો દ્વારા છેલ્લા સાતેક વર્ષથી રાજ્ય સરકારમાં રજૂઆતો કરતા હતા.આ યુવાનોની રજૂઆતો અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નો થકી રાજ્ય સરકાર દ્વારા રમતગમત સંકુલ બનાવવા માટે લીલીઝંડી આપી દીધા બાદ હવે મહેસુલ વિભાગ દ્વારા આ માટે બસ ખરાબા નંબર 2651/પૈકી 2/78 વાળી(મોડલ સ્કૂલ પાછળ જોગણી માતાજીના મંદિર સામે)જમીનમાંથી 7 એકર જમીનની મોરબી જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રને ફાળવણી પણ કરી દીધી છે.હવે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ માપણી કરાવ્યા બાદ આ જગ્યાનો કબજો પણ સોંપી દેવામાં આવશે.ત્યારબાદ મોરબી જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરશે.અત્રે એ યાદ અપાવું જરૂરી છે કે હળવદમાં રમત ગમત માટેનું સંકુલ બને તે માટે હળવદના રમતગમત પ્રેમી સંદીપભાઈ પટેલ,જીગ્નેશભાઈ પટેલ, સનીભાઇ ઠક્કર,દિનેશભાઈ મકવાણા, હિતેશભાઈ વરમોરા,તપનભાઈ દવે સહિતના યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જરૂરી પ્રયત્નો અને રજૂઆતો કરતા હતા.આ યુવાનોની રજૂઆત અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નો થકી આજે હળવદના રમતગમત પ્રેમી યુવાનો અને બાળકોનું સપનું સાકાર થશે.