મોરબી : મોરબીના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા તા.18થી 24 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે 9થી બપોરે 12 અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી વક્તા શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર.ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. આ કથા શ્રાવણ અર્થે પધારવા આયોજક ગંભીરસિંહ ભુરુભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.