લુખ્ખા તત્વોથી અઢારે વરણના કોઈ પણ બહેન દીકરીઓ પીડિત હોય તો રાજપૂત કરણી સેનાની ટંકારા ટીમનો સંપર્ક કરવા અપીલમોરબી : ટંકારા પંથકમાં બહેનો અને દીકરીઓની છેડતીના બનાવો વધતા જતા હોય પણ આબરૂ જવાની બીકે બહેનો અને દીકરીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતી હોય તેથી લુખ્ખાતત્વોના ત્રાસથી તમામ સમાજની બહેનો અને દીકરીઓ પીડિત હોય તો તેઓ ભયમુક્ત જીવન જીવી શકે તે માટે ટંકારાની રાજપુત કરણી સેનાની ટીમ મેદાને આવી છે અને લુખ્ખાતત્વો તત્વોથી અઢારે વરણના કોઈ પણ બહેન દીકરીઓ પીડિત હોય તો રાજપૂત કરણી સેનાની ટંકારા ટીમનો સંપર્ક કરવાની અપીલ કરી છે.રાજપુત કરણી સેનાના ટંકારા તાલુકા મહામંત્રી અજયરાજસિંહ જાડેજા (ટીંબડી)એ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે, હાલ ટંકારા તાલુકામાં લુખ્ખાતત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને અવારનવાર બહેનોની છેડતીના કિસ્સા સામે આવે છે. પણ આબરૂ જવાની બીકે બહેનો કોઈને કહી શકતી નથી. ત્યારે હું એ દરેક બહેનોને બાંહેધરી આપું છું કે હું અને રાજપુત કરણી સેનાની ટંકારા ટીમ આપની સાથે છે આપ કોઈ પણ ડર વગર કોઈ પણ સંકોચ રાખ્યા વગર કરની સેનાના આપના ભાઈને જણાવી શકો છો. અજયરાજસિંહ : +91 80003 45639. અન્ય કોઈ પણ મદદ માટે આપણા રક્ષણ માટે V. K. ઝાલા મેઘપર , યોગીરાજસિંહ જાડેજા રસનાલ , ગીરુભા જાડેજા , તેમજ સમસ્ત ટીમ તૈયાર છે. બહેન દીકરીઓના રક્ષણ માટે પહેલા પણ ક્ષત્રિય લડ્યા હતા અને આજે ક્ષત્રિયો તૈયાર છે. બહેનો-દીકરી ઉપર થતા અત્યાચારને કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવું રાજપુત કરણી સેના ટંકારા તાલુકાની ટીમે જણાવ્યું છે.