મોરબી : મોરબીના બગથળા ગામની શ્રીહરિ નકલંક વિદ્યાલય ખાતે શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે વિદ્યાર્થીઓએ કઈ રીતે સલામત રહેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમમાં માર્ગદર્શક શિક્ષક એ. એમ. કામરીયા અને શાળાના સ્ટાફના સહયોગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે ફાયર બોટલનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિગતે જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડા, હોનારત, ભૂકંપ જેવી અન્ય કોઈ ઘટના બને ત્યારે પણ આપણો સ્વ બચાવો કઈ રીતે કરવો તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. શાળામાં રાખવામાં આવતી ફાયર બોટલ જેમાં એબીસી ટાઈપ ફાયર બોટલ અને સૂકા કાર્બન ડાયોક્સાઇડની ફાયર બોટલના ઉપયોગ વિશે તેમજ આગ કઈ રીતે ઓલવવી અને રક્ષણ કઈ રીતે મેળવવું તેની જાગૃતિ અર્થે શાળાના બાળકોની સાથે રહીને ખૂબ સારી રીતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય એસ.બી. સદાતીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા આવ્યો હતો.