મોરબી : મોરબીમાં અવની ચોકડી ખાતે આવેલ નાલંદા કિડ્સની મેઈન બ્રાન્ચમાં દિવાળી ઉત્સવની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સમગ્ર કેમ્પસમાં દિવાળીને અનુરૂપ શણગાર કરવામાં આવ્યો હતો અને સાથે સાથે દિવાળીનું મહત્વ બાળકો સમજે એ અર્થે દિવાળીનું મહત્વ સમજી શકાય તેવી વિશાળ રંગોળી બનાવવામાં આવી.આ ઉપરાંત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે માટે કાગળના ફાનસ બનાવવાની સ્પર્ધા, દીવા શણગારવાની સ્પર્ધા, રંગોળી જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી. આ પ્રસંગે નાલંદા કિડ્સના ડાઇરેક્ટર નિયતિબેન ઉપસ્થિત રહ્યાં અને સમગ્ર નાલંદા પરિવાર વતી બધા બાળકો અને વાલીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને બાળકો જવાબદારીપૂર્વક દિવાળી ઊજવે તેવો સંદેશ પાઠવ્યો હતો.