મોરબી : મોરબીના વૃંદાવન પાર્કમાં રહેતા મૂળ અસમ રાજ્યના શિવપ્રસાદ લોકનાથભાઈ ખંડાલનો પુત્ર રિયાન્સ (ઉ.16 માસ) બીમાર પડયા બાદ ઊલટીઓ શરૂ થઈ જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.