હિન્દૂ સંગઠનોએ કડકમાં કડક સજા કરવાની માંગ સાથે કલેકટરને આવેદન પાઠવ્યુંમોરબી : મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા નિપજાવનાર આરોપીએ ગેરકાયદે બાંધકામો કર્યા હોવાના આક્ષેપ સાથે ત્યાં ડીમોલેશન કરવા મામલે હિન્દૂ સંગઠનોએ કલેકટર મારફત ગૃહમંત્રીને રજુઆત કરી છે.મોરબી હિન્દુ યુવા વાહીની અનેઅખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં સામાકાંઠે વિધર્મી દ્વારા એક હિન્દુ યુવાનને છરી મારી હત્યા નિપજાવી છે. આ શખ્સ અવારનવાર લુખ્ખાગીરી જમાવીને જે ખુલ્લેઆમ દાદાગીરી કરીને માથાભારેની છાપ ધરાવે છે. જે અનેકવાર અનેક ગુનામાં સંડોવાયેલ છે. તેને સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરીને કબજો જમાવ્યો હોય, તો તાત્કાલિક ધોરણે તેનું ડીમ્યુલેશન કરવામાં આવે. આવી દાખલારૂપ કાર્યવાહીની હાલ જરૂર હોય તો કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે.