રફાળેશ્વર જીઆઇડીસીમા નકલી દારૂની ફેકટરી ઉપર દરોડો પાડી 11 આરોપીઓને ઝડપી લેવાયા, મુખ્ય સૂત્રધાર ફરાર : 15,65,300નો મુદ્દામાલ કબ્જેમોરબી : ગાંધીના ગુજરાતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રમાં ઠાલવાઈ રહ્યો છે અને પોલીસ મોટાપ્રમાણમાં આવો પરપ્રાંતીય દારૂ કબ્જે કરી રહી છે તેવામાં પોલીસની નજરથી બચવા હરિયાણાના શખ્સે મોરબીના રફાળેશ્વરમા જ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી દેતા મોરબી એલસીબી ટીમે દરોડો પાડી 15.65 લાખના વિદેશી શરાબ સાથે 11 આરોપીઓને ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર હાથ લાગ્યો ન હતો.મોરબી એલસીબી ટીમે ગઈકાલે બાતમીને આધારે રફાળેશ્વર જીઆઇડીસીમા આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પાડેલા દરોડોમા સિરસા હરિયાણાના વતની સુરેશકુમાર આત્મારામ ડુકીયા દ્વારા જીઆઇડીસીમા બંધ ગોડાઉન ભાડે રાખી અહીં નકલી શરાબ બનાવવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ કાચની બોટલમાં તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બનાવ સ્થળેથી વિવિધ બ્રાન્ડની નકલી દારૂ ભરેલી કુલ 2832 બોટલ કિંમત રૂપિયા 10,62,000 તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી 2500 લીટર કિંમત રૂપિયા 1,25,000 જુદી જુદી કાચની બોટલ, ખાલી ઢાંકણા, પેકીંગ મશીન, સ્ટીકર, કેમિકલ પાવડર તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.15, 65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં નકલી શરાબ બનાવવાના આ કૌભાંડનો પર્દાફાશ કરી એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધાર સુરેશકુમ આત્મારામ ડુકીયા રહે. સીરસા (હરીયાણા) હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી અન્ય આરોપી બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી, રવિ જયરામ કોમીલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ રહે. હાલ જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્ર્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનની ઓરડીમાં મુળ ગામ સિઉરા ગામ પોસ્ટ મીરાનપુર કટરા થાના કટરા તા. તીલહર જી.સાહજહાપુર (ઉતરપ્રદેશ) તેમજ સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી, મુળ ગામ પુરે હ્યદય કા પુરવા, ગાજીપુર, થાના રામગંજ તા.જી.અમેઠી (ઉતરપ્રદેશ) અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ, રહે. મુળ ગામ ગ્વાલીયર પ્રસાદનગર, સંદિપવિધ્યાલયની બાજુમાં ચાર શહરકા નાકા ગીર્દ (મધ્ય પ્રદેશ) મુળ ગામ ઉચાડ તા.ઇન્દરગઢ જી. ઘટીયા (મધ્ય પ્રદેશ) વાળાઓને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.