ઉમા સંગઠન સમિતીની રચના કરી તમામ પાટીદારોને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવવાની અપીલમોરબી : દિવાળી પછી આવતા નૂતન વર્ષમાં સાલ મુબારકની શુભકામનાઓ પાઠવાની પરંપરા આજે ય જળવાઇ રહી છે. ત્યારે મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમા સંસ્કારધામ (સમાજની વાડી) લજાઈ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક, ઉમા લેબ.દ્વારા આગામી તા.14ને મંગળવારે સાંજે 5 વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાશે.મોરબીના પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને ત્રબંકભાઈ ફેફરે મોરબી જિલ્લાના તમામ પાટીદારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મોરબી જીલ્લા પાટીદાર પરિવારોનુ સ્નેહમિલન યોજાઈ રહ્યું હોય ત્યારે નૂતન વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે સૌને સમુહમાં મળવાનો અવસર આવ્યો છે. આ નૂતન વર્ષના વાર્ષિક સ્નેહમિલનમાં આવો સૌ સાથે મળીને સંગઠિત થઈએ. આવતા પરિવર્તિત સમયમાં આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા સૌ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યોની સાથે સમાજ ઉત્થાનનો સંકલ્પ કરીએ. ઉમા સંગઠન સમિતીની રચના કરી સૌ સાથે મળીને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરીએ. કુળદેવી મા ઉમિયાની આરતી કરી સો અંતરના શુભભાવથી અન્યોન્ય શુભકામના પાઠવીએ અને સ્નેહમિલન પૂર્ણ થયે તમામ પાટીદારો માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.