મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં 15000થી વધુ કિંમતનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન વજેપર અને આલાપ રોડ ઉપરથી બે અલગ-અલગ દરોડામાં બે યુવાનોને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબીના આલાપ રોડ ઉપર તુલશીપાર્કની સામેથી આરોપી રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા, રહે.વજેપર શેરી નંબર 4 વાળાને બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વજેપર શેરી નંબર-4માં આરોપી અરવિદભાઈ દાદુભાઈ બાટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલની બોટલો નંગ-23 કુલ કિંમત રૂપિયા 5750, બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની 750 એમ એલની કાચની બોટલો નંગ-4 કિંમત રૂપિયા 3400, એન્ટીક્યુટી અલ્ટ્રા પ્લેટીનમ વ્હીસ્કીની બોટલો નંગ-2 કિંમત રૂપિયા 1700 તેમજ ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડેડ વ્હીસ્કીની બોટલો નંગ-10 કિંમત રૂપિયા 3000 મળી કુલ 13,850ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.