છીંદવાડા પોલીસ સ્ટેશનમાં શરાબી ઉંદરે આતંક મચાવતા ધરપકડ !!મોરબી : ગુજરાતી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના જોક્સ જેવી ઘટના મધ્યપ્રદેશના એક પોલીસ સ્ટેશનમાં બનવા પામી હતી, જેમાં જપ્ત થયેલી શરાબની ડઝન બોટલમાંથી દારુ ગાયબ થઈ જતા પોલીસ પરેશાન થઇ ઉઠી હતી અને તપાસ કરતા ઉંદર દારૂ પી ગયાનું ખુલતા મધ્યપ્રદેશના છિંદવાડા પોલીસ સ્ટેશનમાં પાંજરા ગોઠવી શરાબી ઉંદરને પકડી પાડવામાં આવ્યો હતો.જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશના છિંદવાડા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ શરાબ ઉંદર પી જતા ઉંદરના આતંકથી પરેશાન થઈને પોલીસવાળાઓએ સ્ટેશનમાં ઉંદર પકડવાનું પીંજરું મૂકી અનેક દારુડિયા ઉંદરને પોલીસે પકડી લીધા છે. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે- પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલી શરાબની બોટલને રાખવામાં આવે છે. જેણે પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની હોય છે. પોલીસે જ્યારે ગોડાઉન જોયું તો દારુની બોટલમાંથી શરાબ ગાયબ હતો. ઉંદરોએ 60થી વધુ શરાબની પ્લાસ્ટિક બોટલ કાતરી નાખી હતી. ઉપરાંત બોટલ કાતરીને ઉંદરોએ ડઝનેક શરાબની બોટલ પી લીધી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ જૂની થઈ ગઈ છે. ગોડાઉન સુધી પહોંચવા માટે ઉંદરોએ ઘણાં રસ્તા બનાવ્યા છે. ઉંદરોએ આ પહેલા ગાંજાની બોરીને પણ કાતરી નાખી અનેક કાગળો પણ કોતરી ખાધા હતા.